સપ્તપદીના સાત વચનો
સપ્તપદીનો વિધિ હિંદુ લગ્ન-પ્રથાનો આત્મા છે.જેમાં વેદીથી એક હાથ દુર, ઉત્તર કે પશ્ચિમ દિશામાં ડાંગર કે ચોખાની સાત ઢગલી કરી તેનું પૂજન કરવામાં આવે છે.અને વર-વધુને ઉત્તર દિશા તરફ સાત ડગલાં મંડાવે છે અને એક એકપગલે એક એક વચન લેવડાવે છે.
૧ – इष एकपदी भव ।
(તું પહેલું પગલું અન્ન- એટલે કે ઐશ્વર્ય માટે ભર.)
૨ – બીજું પદ- उर्झे द्विपदी भव ।
(તું બીજું પગલું શક્તિ વધે તે માટે ભર)
૩ – ત્રીજું પદ- रायस्पोषाय त्रिपदीभव।
(તું ત્રીજું પગલું સંપત્તિને માટેભર)
૪ – ચોથું પદ- मायोभव्याय चतुष्पदी भव ।
(તું ચોથું પગલું સુખચેનને માટે ભર)
૫ – પાંચમું પદ- प्रजाभ्यः पंचपदी भव ।
(તું પાંચમું પગલું પશુઓના કલ્યાણ માટે ભર.(દૂધ-ઘી-દહી ની ક્યારેય તમને અછત ન નડે(
૬ – છઠું તમામ ઋતુઓ માટે
(એટલેકે કુદરતની જેમ જીવન ની પણ ચડ-ઉતરની ઋતુ હોય છે એ બધી મોસમ મા બંને સમશીતોષ્ણ રહે તે માટે)
૭ – સાતમું પદ- सखा सप्तपदी भव ।
( સાતમું પગલું ભરીને તું મારી મિત્ર થા પતિ અને પત્ની હક્કો અને ફરજોના ગુંચવાડામાં ન પડતા મિત્ર બનીને રહે તો સંસાર વધુ સરી રીતે ચાલે છે
લગ્ન વિધિ ખરેખર તો આજકાલ જે પરણે છે એ પણ, ગોર જે વેદિક શ્લોક કે મંત્ર બોલે છે તેને સમજ્યા વગર જ અનુકરણ કરે જાય છે.
“બે જ પગલાં પડે છે શું કામ?!
જયારે રાસે રમે રાધા ને શ્યામ.”
જેમ સાત પગલાં આકાશમાં છે,તેમ સાત પગલાં સાથે પણ છે.
પતિ અને પત્ની જયારે લગ્ન સમયે, સપ્તપદીના સાત પગલાં સાથે માંડી જે સાત વચનો લે છે,એ જ એમના લગ્નજીવનનો આધાર છે.પતિ અને પત્નીમાં શું વધુ જરૂરી છે,માત્ર દેખાવ?ના,દેખાવ થી પણ વધુ જરૂરી પ્રેમ અને વિશ્વાસ છે.એકબીજાનેસમજવાની સપૂર્ણ તૈયારી,એકબીજાના સુખ અને દુઃખમાં સંપૂર્ણ સાથ,એકબીજાના અવગુણો સાથેનો સ્વીકાર,એકબીજાના સ્વમાનની રક્ષા કરવીએકબીજાના ગમા અણગમા,પસંદ નાપસંદનું ધ્યાન રાખવું,કોઈ ત્રીજી વ્યક્તિની ચઢામણી તમારા ઉપર હાવી ન થવા દેવી,
સમાજ કરતાં પણ સંસાર તમારા માટે વધુ મહત્વનો છે.
ઘરને એક મંદિર બનાવવા માટે આરસ અને ઈંટ એટલેકે, સ્ત્રી અને પુરુષ બંનેની જરુર પડે છે.
અને આં મંદિરનું વાતાવરણ પવિત્ર બનાવવા માટે પ્રેમના પુષ્પો,આનંદની ધૂપસળી,અને શ્રધાનો દીવડો પ્રગટાવવાની જરૂર હોય છે.
-પ્રેમ તણા મંદિરમાં શ્રધાનો દીવડો,
જલતો રહે તો શીદ દુઃખી થાય જીવડો
Please Rotate Your Device To Portrait Mode