કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ

મિત્રોમહર્ષિ ગૌતમે પોતાની ધર્મપરાયણ પત્ની અહલ્યાને ગુસ્સે થઈ પથ્થરની શીલા બની જવાનો શ્રાપ આપ્યો અને અંતે દુઃખી થઈ અપાર પસ્તાયા. નવાઈની બાબત એ છે કેઆ મહાસતી અહલ્યાનો ઉદ્ધાર કરનારા ભગવાન શ્રીરામગર્ભવતી સીતામૈયાના વનવાસનું નિમિત્ત બન્યા..!! મહાભારત મહાકાવ્યમાંધર્મરાજ યુધિષ્ઠીર જુગારમાં પત્ની દ્રૌપદીજીને હારી ગયા ત્યારે અત્યંત કરૂણ સ્વરે દ્રૌપદીએ સવાલ કર્યો," હું શું જુગારમાં હારી જવા જેવી કોઈ ચીજવસ્તુ છુંવળી જુગારમાં અગાઉ પોતાની જાત હારી જનાર ધર્મરાજનેમને જુગારમાં દાવ પર મૂકવાનો અધિકાર કોણે આપ્યો?" આટલાં સજ્જડ ઉદાહરણ પછી એ બાબત તો સ્પષ્ટ થાય છેકેજેમને જીવતાં નથી આવડતું તેઓ પત્નીને પ્રતાડીત કરીપાછળથી હંમેશા દુઃખી થયા છે. ( આજના ભારતમાં આ સહુ મહાનુભવોને કદાચ કાનૂની કાર્યવાહીનો  સામનો કર્યા બાદસખત કેદ તથા ભારે દંડની સજા થઈ હોત?) જો કેભારતીય સંવિધાનની જોગવાઈ મુજબદહેજ વિરોધી ધારા ઉપરાંતકૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ પણ અત્યંત કડક કાયદા ઘડવામાં આવ્યા છે.સન-૧૯૮૩માં કૌટુંબિક અત્યાચાર તથા શોષણની વ્યાખ્યા નિશ્ચિત કરીને તેને Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ ફોજદારી અપરાધ ગણવામાં આવ્યો. ઘરમાં પતિ અથવા તેમના કુટુંબીઓ દ્વારા વિવાહિત સ્ત્રી પ્રત્યે ક્રૂર વ્યવહાર કરવામાં આવે ત્યારેઆ કાયદા અનુસાર ફોજદારી રાહે પગલાં ભરી કાયદાનો ભંગ કરનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.


 

Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબ,


 

૧. વિવાહિત સ્ત્રી આત્મહત્યા માટે મજબૂર થાય તેવો ક્રૂર વ્યવહાર તેની સાથે કરવો.


 

૨. વિવાહિત સ્ત્રીને કાયમી ઈજા થાય અથવા તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય તેવી રીતે પીડા પહોંચાડવી.


 

૩. વિવાહિત સ્ત્રીના પિયરમાંથી સ્થાવર-જંગમ મિલ્કત મેળવવા માનસિક યાતના આપવી.


 

૪. અથવા વિવાહિત સ્ત્રી કે તેના કુટુંબીઆવી અઘટિત માંગણી સંતોષી ન શકે ત્યારે તે  કારણસર તેને માનસિક સંતાપ આપવો. આ કાયદાની નોંધવા યોગ્ય બાબત એ છેકેવિવાહિત સ્ત્રીના કોઈપણ કુટુંબી આ ફરિયાદ નોંધાવી શકે છે. જેમાં કાયદાની કાર્યવાહી બાદઅપરાધ સાબિત થાયતોજે તે અપરાધીને ત્રણ વર્ષ સુધીની સખત કેદ અને/અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે.આ કાનૂન અંતર્ગત, `કૌટુંબિક ક્રૂરતા`ની વ્યાખ્યા પણ કરવામાં આવી છે. જે મુજબ,


 

૧.વિવાહિત સ્ત્રીને ભોજન ન આપવું.


 

૨.વિવાહિત સ્ત્રીને યૌન ઉત્પીડન કરવું.


 

૩.વિવાહિત સ્ત્રીને ઘરમાં નજરકેદ જેવી સ્થિતિમાં રાખી ત્રાસ આપવો.


 

૪. વિવાહિત સ્ત્રીને પોતાનાંજ સંતાનને મળવા ન દેવા.


 

૫. ઉપરાંતવિવાહિત સ્ત્રી ઉપર શારીરિક અત્યાચાર આચરવો.


 

૬.વિવાહિત સ્ત્રીની સતત ટીકા-નિંદા દ્વારાતેને માનસિક યાતના આપી તેનું મનોબળ ઘટે તેવા પ્રયત્ન કરવા.


 

૭. વિવાહિત સ્ત્રીને સમાજમાં હળવામળવા પર પ્રતિબંધ લાદવો.


 

૮. માતાને માનસિક યાતના પહોંચાડવાના ઈરાદાથીતેનાં બાળકોને ઘમકાવવાં કે માનસિક ત્રાસ આપવો.


 

૯. વિવાહિત સ્ત્રી કે તેનાં કુટુંબી દ્વારા,સાસરિયાંની દહેજની માંગણી ન સંતોષાય તોછૂટાછેડાની ધમકી આપવી. આ ઉપરાંત આ કાયદાની જોગવાઈ અનુસાર,લગ્ન બાદ પતિની તમામ સ્થાવર-જંગમ સંપતિ પર સ્ત્રીનો સમાન હક્ક હોય છે. યાદ રહેસ્ત્રીને અવારનવાર ઘરમાંથી હાંકી કાઢવાની ધમકી સામેઅદાલતમાંથી તરતજ આ બાબતે જેતે સ્ત્રીને મનાઈ હુકમ મળી શકે છે. Indian Penal Code ની ધારા ૪૯૮-અ મુજબદહેજ માટે આપવામાં આવતા માનસિક ત્રાસ સામે પણ સ્ત્રીઓને પુરતું રક્ષણ આપવામાં આવ્યું છે. દહેજની પ્રતાડણાને કારણે સ્ત્રીનું અકુદરતી મૃત્યુ થાય તેવા સંજોગોમાં IPCની ધારા ૩૦૪-બી પ્રમાણેઆ અકુદરતી મૃત્યુ દહેજને કારણે નથી થયું તે પુરવાર કરવાની જવાબદારી પતિની રહે છે.સ્ત્રીના આપઘાતના કિસ્સામાં ધારા ૩૦૪-બી સાથે ધારા-૩૦૬ પણ ઉમેરાય છેજેની જોગવાઈ મુજબ માનસિક ત્રાસને કારણે સ્ત્રીની હત્યા કર્યાનો ગુનો દાખલ (FIR) કરીને કાયદેસર કાર્યવાહી બાદગુનો સાબિત થયેથીઅપરાધીને સાત વર્ષની સખત કેદની સજાનું કાનૂની પ્રાવધાન છે.તે સિવાયપતિ-પત્ની વચ્ચેજાતીય સંબંધ બાંધવા બાબતેસ્ત્રીની મરજી વિરૂદ્ધ બાંધવામાં આવતા શારીરિક સંબંધને ક્રૂરતાપૂર્ણ વ્યવહાર માનીનેગુનો સાબિત થયેથી છૂટાછેડા મેળવી શકાય છે. ન્યાયાલય દ્વારા દાદ મેળવી અલગ થયેલી પત્ની સાથેપતિને શારીરિક સંબંધ સ્થાપવા પર  IPC ૩૭૬-અ ધારા મુજબ નિષેધ ફરમાવેલ છે. વિવાહિત સ્ત્રીન્યાયાલયમાં કૌટુંબિક હિંસા તથા શોષણ વિરુદ્ધ કાનૂની રક્ષણ ઇચ્છે તેવા સંજોગોમાંઅદાલત દ્વારા પતિ પાસેતેની સ્થાવર અથવા જંગમ મિલ્કતસ્ત્રીની સામાજિક સલામતી સ્વરૂપે મૂકાવાય છે,જે સતત જારી રહેતી કૌટુંબિક હિંસા તથા શોષણના કિસ્સામાંઅદાલતી આદેશથી જપ્ત પણ કરવામાં આવે છે.જોકે, CrPcની ધારા-૧૨૫ મુજબ સોગંદનામા દ્વારા સાબિત કરવામાં આવેકેવિવાહિત સ્ત્રી દ્વારા કોઈપણ વ્યાજબી કારણ વગરસાંસારિક જીવન સ્થાપિત કરવા ઇન્કાર કરવામાં આવે છેતેવા સંજોગોમાં પતિ પાસેથી તે સ્ત્રી ભરણપોષણ કે અન્ય વળતર મેળવવાને હક્કદાર નથી.


 

નોંધ- તાજેતરનાં વર્ષોમાંવિવાહિત સ્ત્રી તથા તેના કુટુંબીઓ દ્વારાસાસરી પક્ષનાનિર્દોષ પતિ તથા તેમના બેકસૂર કુટુંબીઓને અકારણ કાનૂની માયાજાળમાં ફસાવીને આ કાનૂન અંતર્ગતવ્યભિચાર તથા ક્રૂરતાના બનાવટી આરોપ કરીનેખોટી ફરીયાદ કરવામાં આવી હોવાના કેટલાક કિસ્સા અદાલતના ધ્યાન પર આવેલા જેમાંવિવાહિત સ્ત્રીના બનાવટી આરોપોને નકારી કાઢીઆરોપીઓને આરોપ મૂક્ત કર્યાના ચૂકાદા પણ આવેલા છે.


 

National Commission for Women, New Delhi, Indiaના ચેરપર્સન સુશ્રીગિરીજા વ્યાસ તથા જાણીતા ધારાશાસ્ત્રી શ્રીઅતુલ નાગરાજન માને છેકે," દેશમાં પતિ-પત્નીના વિવાદોમાંબેવફાઈ તથા વ્યભિચારના સામસામે સાચા-ખોટા આરોપ માટે CrPC ની ધારા- ૩૪૦ અને ધારા-૩૪૪ અંતર્ગત  કરવામાં આવતાં સોગંદનામાને ચકાસવાની કાર્યવાહી અદાલતે કેમેરા સામેબંધ બારણે કરવી જોઈએ જેથી કોઈ નિર્દોષ વ્યક્તિની અકારણ બદનામી થતી અટકાવી શકાય. જોકેપતિ-પત્નીના બંને પક્ષેઆવી પીડાદાયક કાનૂની માથાકૂટમાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય સમજદારીભર્યું સહજીવન આજીવન પસાર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન માત્ર હોઈ શકે..!! સન-૧૯૨૩માંપંજાબના અલમોરા જિલ્લામાં જન્મેલા તથા સન-૧૯૫૨થી મૌનવ્રત પાળનારા મહાસંત શ્રી બાબા હરિદાસજીના જ્ઞાનવચન મુજબ, “ પતિ-પત્ની અનાજના એવા દાણા (સોયાબીન) સમાન છે જેના બે અલગ ફાડિયાં  કરી અરધા-અરધા ભાગનેજમીનમાં અલગ-અલગ વાવવામાં આવે તો તે ક્યારેય અંકુરિત થતા નથી. પરંતુઆ અનાજનો આખો દાણો તેને એકત્વ બક્ષતા ફોતરા( Skin) સાથે વાવતાંજ તે અંકુરિત થાય છે." સંસારમાં સહજીવનને નવપલ્લવિત રાખવા નવદંપતિએ આ જ્ઞાન ગાંઠે બાંધવા જેવું છે..!! દેવોની નગરી જો સ્વર્ગ હોય તોદેવત્વભાવને ધારણ કરીનેપ્રસન્ન દાંપત્ય દ્વારાનવવિવાહિત દંપતિ પોતાના નિવાસસ્થાનને સ્વર્ગથી પણ અદકેરું બનાવી શકે છે. દેવત્વ એટલેશુભભાવમંગલ વાતાવરણસંતોષમાં સુખ તથા વાણી-કર્મ-વ્યવહારમાં સત્ય પવિત્રભાવની અધિકતા..!! આમ પણઆપણા શાસ્ત્રોમાં ઘર ગૃહસ્થીમાં સુખ,શાંતિ તથા સમૃદ્ધિનો મુખ્ય સ્રોત નારીશક્તિને માનવામાં આવે છે. આથીજ મનુ સ્મૃતિમાં (૩.૫૬) , “यत्र नार्यस्तु पूज्यंते तत्र रमन्ते देवता ।  - Where women are honored, there the Gods are pleased.  But where they are not honored, no sacred rite yields rewards.”  (Manu Smriti 3.56) કહીને નારીશક્તિને બીરદાવવામાં આવી છે.

Published: 13 Jan, 2026
Advertisement 1
Advertisement 1
Advertisement 1
Advertisement 2

Please Rotate Your Device To Portrait Mode