મહેમાનોની વ્યવસ્થિત અને પરફેક્ટ યાદી એ કોઈપણ પ્રસંગની સફળતાની અનિવાર્ય જરૂરિયાત છે. આ માટે દરેક સ્વજનોના પોસ્ટલ એડ્રેસ, મોબાઈલ નંબરો તથા ઈ-મેઈલ આઈ.ડી. વિ. વિગતો એકત્રિત કરવી જરૂરી છે.
આ માટે પ્રસંગ પહેલા ઘણા સમયથી જ તૈયારી કરવી જરૂરી છે. આ બધી વિગતો ફોન-કૉલથી કે વોટ્સએપ દ્વારા એકત્રિક કરી શકાય. સૂક્ષ્મ વિગતો મેળવવા માટે હવે લોકો ગુગલ ફોર્મ્સનો ઉપયોગ પણ કરી રહ્યાં છે.
સ્વજનોની આ વિગતો ગ્રૂપવાઈઝ એકત્રિત કરવાથી કોઈ સગાં-સંબંધી રહી જતા નથી તે પણ સુનિશ્ચિત થશે. વધુમાં, ગ્રૂપવાઈઝ સંખ્યા અલગ અલગ મળી રહેવાથી ઉતારા, રીટર્ન ફૂડ(ભાતુ). રીટર્ન ગીફ્ટ વિ. જેવી બાબતોને હેન્ડલ કરવામાં પણ ઘણી સરળતા રહેશે. ગ્રૂપ કે કેટેગરી નીચે મુજબ સામાન્ય રીતે હોઈ શકે.
1. વર કે વધુના પપ્પાના સગાં ભાઈઓ-બહેનો (તેમના પુત્ર-પુત્રીઓની વિગતો)
2. પપ્પાના કાકા-દાદા-ફૈબા વિ. કુટુંબીજનો (તેમના પુત્ર-પુત્રીઓની વિગતો)
3. પપ્પાના મામા-માસી વિ. મોસાળના કુટુંબીજનો (તેમના પુત્ર-પુત્રીઓની વિગતો)
4. પપ્પાના મિત્રો (મહોલ્લો, શાળા, કૉલેજ, અન્ય)
5. વર કે વધુના મમ્મીના સગાં ભાઈઓ-બહેનો
6. મમ્મીના કાકા-દાદા-ફૈબા વિ. કુટુંબીજનો (તેમના પુત્ર-પુત્રીઓની વિગતો)
7. મમ્મીના મામા-માસી વિ. મોસાળના કુટુંબીજનો
8. મમ્મીના સંબંધીઓ (મહોલ્લો, શાળા, કૉલેજ, અન્ય)
9. પડોશીઓ (હાલના, જૂના, બહુ જૂના)
10. વ્યાવસાયિક સંબંધો
11. ધાર્મિક ગ્રૂપ
12. જ્ઞાતિનું ગ્રૂપ
13. કોઈ સંસ્થા સાથે જોડાયેલા હોય તો તેવા 2-3 ગ્રૂપ.
14. અન્ય.
GUESTS' LIST
A thoughtful and well-prepared guest list is the heart of every successful family celebration. To make sure no loved one is missed, it’s important to gather details such as postal addresses, mobile numbers, email IDs etc. of all relatives. This preparation is best done well before the event. The information can be collected over the phone calls, Whatsapp messages etc. Tools like Google Forms may also be used to gather the micro details. This preparation is best done well before the event. The information can be collected over the phone calls, Whatsapp messages etc. Tools like Google Forms may also be used to gather the micro details. Arranging relatives groupwise makes things even smoother. It helps ensure everyone is included and also makes it easier to manage small but important details—like Accomodation, handling Return Gifts, Bye-Bye Sweet etc. For better organisation, a list of segment-wise different groups of relatives is suggested below.
1. Relatives of the groom's father
2. Father's uncles, grandparents, and great-grandparents (details of their sons and daughters)
3. Father's maternal uncles, cousins and their sons and daughters.
4. Father's friends (neighborhood, school, college, others)
5. Relatives of the groom's mother.
6. Mother's uncles, grandparents, and great-grandparents (details of their sons and daughters)
7. Mother's maternal uncles, cousins and their sons and daughters.
8. Mother's friends (neighborhood, school, college, others)
9. Neighbors (current, old, very old)
10. Professional relationships (Staff Members, Customers, Suppliers, Peers etc.)
11. Religious groups
12. Caste groups
13. 2-3 groups if affiliated with any organization.
14. Other.
(Important Note : An Exclusive Excel Sheet for this task is available on demand.)
Please Rotate Your Device To Portrait Mode